કરતા ર'યા,
કરતા ર'યા,
1 min
13.3K
અમે તો ઇન્તજાર કરતા ર'યા,
તમે આવવામાં વાર કરતા ર'યા.
અમે તો માત્ર જોયા કરતા હતા,
તમે આંખોથી વાર કરતાં ર'યાં.
અમે રાત્રીની રાહમાં બેસતા,
તમે નક્કી સવાર કરતાં ર'યાં.
તમારા ઇન્તજારમાં સાજણા,
ઉઘાડા દિલના દ્વાર કરતા ર'યા.
તમે નફરત સદા કરી છે અને;
અમે દિલદાર પ્યાર કરતા ર'યા.
નજર શું એક ઘડી મળી આપણી;
'વિજય'તારો વિચાર કરતા ર'યા.
'વિજય'તમને મનાવતા રહ્યા,'ને,
તમે બસ ઈનકાર કરતાં ર'યાં.
