STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

કોયલ તારી જીહ્વાને

કોયલ તારી જીહ્વાને

1 min
319

કોયલ તારી જીહ્વાને ઝાઝેરાં નમન,

આવતાં ઉનાળોને હો તારાં આગમન.


મીઠી મધુરી તારી વાણી સૌને ગમે,

બાગ બગીચા ઉપવનમાં તું તો રમે,

પરા સમી વાણીથી તું કરતી જગન...કોયલ.


કીર સાથે તને કેમ કરીને સરખાવું ?

નકલને તારા ટહૂકાર સમો ન ગણાવું,

જાણે કે સંગીત તણાં ધર્યાં તે વસન...કોયલ


ટહૂકે ટહૂકે તારે વનરાજી તો હરખે,

અનિલ સંગ પર્ણ હલાવી એ મરકે,

તારા ટહૂકારે તેં તો મોહ્યાં સૌનાં મન.....કોયલ


Rate this content
Log in