કલ્પના
કલ્પના
1 min
27
વાસ્તવિકતાથી કેટલી દૂર હોય છે કલ્પના,
તોય આશાઓથી ભરપૂર હોય છે કલ્પના.
ઝાંઝવાના નીર સમી હો વાત હોય આખરે,
તૃષા છીપાવામાં મજબૂર હોય છે કલ્પના.
સપ્તરંગી આકાશે થાય છે એ ગગનવિહારી,
સત્યનું ક્યાં એમાં કદી નૂર હોય છે કલ્પના.
નિજાનંદે પાનખરે પણ વસંતને પ્રગટાવતીને,
જમીં પર આવતાં ખટ્ટે અંગૂર હોય છે કલ્પના.
જન્મદાત્રી રહી એ દુઃખ તણી નૈરાશ્ય લાવે,
દરેક વખતે ક્યાં ઈશ મંજૂર હોય છે કલ્પના.