ખરી..!
ખરી..!

1 min

11
હૈયાની હોઠે કદી આવે પણ ખરી !
ને સત્યને બહાર લાવે પણ ખરી !
ઐક્ય સધાય જાય ઊભયનું તો,
એ વાત ખુદને મૂંઝાવે પણ ખરી !
અંતરની અનાવૃત થઈ ઊભે જો,
ટેવ આપણને અકળાવે પણ ખરી !
ઊતરી જાય મ્હોરું ચહેરા તણુંને,
ક્યારેક ઉરને પુલકાવે પણ ખરી !