STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

ખોવાયો છું

ખોવાયો છું

1 min
381

ચાંદ તારાની રાતમાં ખોવાયો છું,

આભની અમીરાતમાં ખોવાયો છું,


મોટાઓને સાંભળીને થાકી ગયો,

નાનાંઓની એ વાતમાં ખોવાયો છું,


જાતને મળવાને મથું છું નિરંતર,

હસ્તિઓની મુલાકાતમાં ખોવાયો છું,


સાવ એકલો અટૂલો અનુભવું છું,

હું મારી ખુદની ઔકાતમાં ખોવાયો છું,


જોઉં છું સ્વપ્નો રાત્રિના અંધકારે,

માનવીઓ તણી ભાતમાં ખોવાયો છું,


સામગ્રીને રેટ આપો
લોગિન