ખોટું કરનાર
ખોટું કરનાર




ખોટું કરનાર હંમેશાં શરૂઆતમાં જીતે છે.
આખરે એના જીવનમાં કેટકેટલું વીતે છે.
પ્રશંસાને પ્રસિદ્ધિ પ્રારંભમાં મળતી ઘણી,
સત્ય અનાવૃત થતાં ફળ મળે એની રીતે છે.
હવા ભરેલા ફુગ્ગા જેવી હોય છે ગતિને,
અહેસાસ છેવટે થાય કે ભૂલ્યા એ ભીંતે છે.
નથી હોતું આયુષ એનું ઝાઝું ક્યારેય પણ,
થાય પસ્તાવો ભરપૂર કેટલો એના ચિત્તે છે.
વીતેલો વખત નથી મળતો નથી પુનઃ કદી,
અપરાધ કોરી ખાય છે જે થયું અતીતે છે.