STORYMIRROR

Manisha Chauhan

Others

3  

Manisha Chauhan

Others

ખબર નહીં કેમ ?

ખબર નહીં કેમ ?

1 min
13.7K


કુદરતના ખોળામાં માથું રાખી ને,

રડવાનું મન થાય છે.

ખબર નહીં કેમ ?

લાખોની ભીડ વચ્ચે કુદરતે સર્જેલી પ્રકૃતિ ને,

જોવાનું મન થાય છે.

ખબર નહીં કેમ ?

આ કુદરત ના શ્વાસ હવાને,

સ્પર્શવાનું મન થાય છે.

ખબર નહીં કેમ ?

સમાજ ને સાંભળવા ને બદલે ગુંજતા પહાડો ને,

સાંભળવાનું મન થાય છે.

ખબર નહીં કેમ ?

બધાનો સાથ હોવા છતાં પણ,

આ મન એકલતા તરફ ઈશારો કરી રહ્યું છે.

ખબર નહીં કેમ ?


साहित्याला गुण द्या
लॉग इन