ખાલી કરો
ખાલી કરો
1 min
440
મનમાં ખૂબ ભર્યો અહંકાર હવે ખાલી કરો,
ખૂબ વેઠ્યો આજતક ભાર હવે ખાલી કરો,
કૂડા કચરા જેવી બાબતો સંઘરી રાખી જોને,
ચેતી જાઓ થાય પહેલાં હાર હવે ખાલી કરો,
ખૂબ નાખ્યા ગાળિયા લાભ ખાટવા પોતાના,
તજી દ્યો એવા નબળા વિચાર હવે ખાલી કરો,
બોલવામાં કરી ઘણી ચાલાકી છેતરવા કાજે,
ભાષા પરમાર્થની કદી ઉચ્ચાર હવે ખાલી કરો,
નથી નમાવ્યું મસ્તક કે ગુણગાન હરિના ગાયા,
મલિનતા મનની કરવાની પ્રહાર હવે ખાલી કરો.
