કેશવ તમે
કેશવ તમે

1 min

17
મહામારીનો ઉપદ્રવ અપાર, કરુણા કરો કેશવ તમે !
રોજરોજ મૃત્યુના સમાચાર, કરુણા કરો કેશવ તમે !
ક્યાંક પૂરપ્રકોપ તો ક્યાંક ધરા ધ્રૂજતી ભાળી વારંવાર,
ભૂસ્ખલનનો ભય પારાવાર, કરુણા કરો કેશવ તમે !
શું થવા બેઠું છે હરિવર નથી એ સમજાતું મને લગાર,
શું અવની પર વધ્યો છે ભાર, કરુણા કરો કેશવ તમે !
આખરે છીએ સંતાન તમારાં તજો ઘરડીખીજ દાતાર,
તુજવિણ ક્યાં કરવો પોકાર, કરુણા કરો કેશવ તમે !
ભૂલી જાઓ ભગવંત અગણિત અપરાધો છે કિરતાર,
ક્ષમા બક્ષી દ્યો પ્રભુ નરનાર, કરુણા કરો કેશવ તમે !