STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

કામ કઠિન નથી.

કામ કઠિન નથી.

1 min
519

ધીરજ રાખી શકો તો કોઈ કામ કઠિન નથી.

થોડુંક સાંખી શકો તો કોઈ કામ કઠિન નથી.


ઉતાવળા નર બહાવરા બની ગુમાવે ઝાઝું,

જાતને આંકી શકો તો કોઈ કામ કઠિન નથી.


હિંમતને ઉત્સાહને સહારે પંથ કાપી શકાય,

વિજય ઝાંખી શકો તો કોઈ કામ કઠિન નથી.


છોડો લોકવાતોને એ તો મનફાવે તે બોલશે,

ગુણોને ઢાંકી શકો તો કોઈ કામ કઠિન નથી.


શૃંગ ગર્તની ઘટમાળ એ જિંદગીનો સ્વભાવ,

સમો ઓળખી શકો તો કોઈ કામ કઠિન નથી.


Rate this content
Log in