જુવાની
જુવાની
1 min
20
દુશ્મનોને પડકારતાં દેખાય જુવાની.
શત્રુઓને હરાવતાં પરખાય જુવાની.
ના થાય નાસીપાસ કદી કે નાહિંમત,
કદીએ હાર ન માનતાં મનાય જુવાની.
હોય આશાવાદ જેના મનમાં પ્રગટતો,
નિરાશાને દફનાવતાં ઓળખાય જુવાની.
ગણે નારીને માતા, સુતા કે ભગિની વત્,
અત્યાચારને અટકાવતાં મલકાય જુવાની.
કરે સહાય અબળા, દીન, રોગી કે બાલ,
વૃક્ષ વાવીને ઊછેરતાં પુલકાય જુવાની.
રહે દૂર લોભ, લાલચ કે ભ્રષ્ટાચાર થકી,
પંથ સત્ય તણો કાપતાં હરખાય જુવાની.
