જરૂરી
જરૂરી
1 min
327
ક્યાં પગલાં ખોટાં પડ્યાં એ વિચારવું જરૂરી,
માનવ થૈ કેટલાંને નડ્યાં એ વિચારવું જરૂરી,
આમ તો સિદ્ધાંતને માનનારા રહ્યા આપણે,
તોયે બીબાં ઢાળે ઢળ્યાં એ વિચારવું જરૂરી,
નિજત્વ ગુમાવી રહ્યાં ટોળાંશાહીના યુગમાં,
વહેતા વાયરે શીદને ભળ્યાં એ વિચારવું જરૂરી,
સ્વાર્થની લોલુપતામાં સાવ અંધ બની ગયાં,
સ્વજનો સાથે જ બાખડ્યાં એ વિચારવું જરૂરી,
બીજાની આંખે જોવાની દ્રષ્ટિ ગુમાવી બેઠાં,
કરીને ક્રોધ કેવાં ઊકળ્યાં એ વિચારવું જરૂરી,
હજુએ પાછાં ફરીએ મોડું નથી થયું માનીને,
અહં અકબંધ ના ઓગળ્યા એ વિચારવું જરૂરી.
