STORYMIRROR

Pragna Vashi

Others

4  

Pragna Vashi

Others

જોવું ન ગમે એ જ તો

જોવું ન ગમે એ જ તો

1 min
28.6K


જોવું ન ગમે એ જ તો જોવાઈ રહ્યું છે,
મનને અરીસે જે બધું તરડાઈ રહ્યું છે.

કોનું હતું એ નામ જે કોરાઈ રહ્યું છે,
હાથે કરીને છુંદણે ત્રોફાઈ રહ્યું છે.

એ વેદના મારી હતી, મારું હતું એ દર્દ,
એ આંખથી તારી શીદ છલકાઈ રહ્યું છે?

પંખી તો શું જાણે કે કૃપા કોઈની છે આ,
ડાળે હતું જે ઘર હવે વ્હેરાઈ રહ્યું છે.

પૂનમ હજી ખીલે છે, જરી રાખ તું ધીરજ,
ઘૂંઘટમાં એનું રૂપ સજાવાઈ રહ્યું છે.

‘પ્રજ્ઞા’ હતી તો હું હતી ને તો હતું જીવન,
બાકી બધું તો જડ સમું ચિતરાઈ રહ્યું છે


સામગ્રીને રેટ આપો
લોગિન