STORYMIRROR

Pravin Dudharejiya

Others

2  

Pravin Dudharejiya

Others

જોઈ શકે

જોઈ શકે

1 min
13.7K


કેટલી ઈચ્છા હવે હોઈ શકે,
કોઇનું મન કોઇ ના જોઈ શકે. 

છે કરમ પીડાજ પોતીકી હવે,
હોય અંગત તેજ આ જોઈ શકે. 

દીપ પ્રગટાવે સ્મશાને તો જુઓ,
પાછું સ્વર્ગસ્થીય પણ હોઈ શકે.

આ મહેનતની મજૂરી છે બધી,
એમ ના તું કાંઇ આ ખોઈ શકે.

છે સતત તારું સ્મરણ તો ઠીક છે,
એ કદી તું સ્વપ્નમાં જોઈ શકે.


Rate this content
Log in