STORYMIRROR

Pravin Dudharejiya

Others Inspirational

2  

Pravin Dudharejiya

Others Inspirational

હોય તો

હોય તો

1 min
13.5K


રાખ દ્રષ્ટી શુદ્ધ સંજય જેમ તું,
બંધ આંખોએ કળાતું હોય તો.

જાવું કોઈને નથી કૈલાસમાં,
કર્મ વિનાં હરિ મળાતું હોય તો!

ઝેર પણ પીધું હવે જાણી પૂછી,
કૃષ્ણને જોને મળાતું હોય તો.

ધોધ વહ્યો જાય કાવ્યો સંગમાં,
ઝાલજો કોઈ તણાતું હોય તો.

માફ કરજો ઓ મહાશય મુજને,
આડું અવળું કંઈ દળાતું હોય તો.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Pravin Dudharejiya