STORYMIRROR

Goswami Bharat

Others

3  

Goswami Bharat

Others

જોઈ લે

જોઈ લે

1 min
180

કેસૂડા કેરી રમત જોઈ લે,

વસંતની કરામત જોઈ લે,


વારંવાર કરે છે આવ જાવ

સ્વપ્નની મુલાકાત જોઈ લે,


મૌન થઈને પ્રવેશે છે ભીતરે

સુગંધોની શરારત જોઈ લે,


ભૂલતા નથી ભૂલવા દેતાં નથી

સ્પંદનો કેરી અદાવત જોઈ લે,


ઊગી નીકળી છે સિંચન વગર

વિચારોની બગાવત જોઈ લે,


લાગણીઓ ઘસાઈ છે 'ભાવુક'

નજરો વચ્ચે તફાવત જોઈ લે.


સામગ્રીને રેટ આપો
લોગિન