જિંદગીનો ભરોસો શું ?
જિંદગીનો ભરોસો શું ?
એ જિંદગી તારો ભરોસો શું ?
તું પાણીનો પરપોટો છે,
ક્ષણમાં બધું બદલાઈ જાય છે,
મૃત્યુની આગોશમાં લઈ જાય છે.
જિંદગીની સાંજ ક્યારે થાય છે,
એ જીવ ક્યાં જાણી શકે છે,
અધૂરાં સ્વપ્ન રહી જાય છે,
ભાવના વણકહી રહી જાય છે.
જિંદગીભર મહેનતથી રળેલુ,
પલભરમાં છૂટી જાય છે,
ખાલી હાથે આવ્યાં ને,
ખાલી હાથે એકલાં જવાનું છે.
જીવનભર કરેલો અંહકાર,
એ પણ ક્યાં સાથ આપે છે,
ચપટી રાખ બની રોળાઈ જવાનું છે,
છતાંયે જિંદગીમાં મમત્વ ક્યાં છૂટે છે.
જન્મ અને મૃત્યુ નિશ્વિત છે,
તારું મારું કરવામા જિંદગી વેડફાય છે,
છતાં સત્ય ક્યાં કોઈને સમજાય છે,
અંતે અમૂલ્ય જિંદગી દગો દઈ દે છે.