જિંદગી
જિંદગી
1 min
185
પાણીના પરપોટા જેવી ગણાય છે જિંદગી,
સાવ સરળ છતાં ક્યાં સમજાય છે જિંદગી,
ઉગતો સૂરજ એક દિવસનો ઉમેરો કરતોને,
આશાવાદ પ્રભાતે જગાવી જાય છે જિંદગી,
અનુકુળ પરિસ્થિતિમાં સુખનો અહેસાસ થતો,
રાજી કરીને ખુશી છલકાવી જાય છે જિંદગી,
પ્રતિકૂળતા નિરાશાને નારાજગી નોતરનારા છે,
ક્યારેક અશ્રુ આંખે ઊભરાવી જાય છે જિંદગી,
અહીં તો મરીને જીવવુંને જીવીનેય મરવાનું છે,
કેટલાંય રહસ્યોને સમજાવી જાય છે જિંદગી.
