STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

જિંદગી

જિંદગી

1 min
457

જિંદગીની આજથી નવી શરૂઆત કરીએ,

ને પછી આપણે માનવતા તણી વાત કરીએ,


ગઈ ગુજરી ભૂલી જવામાં સાર સમજવો,

ઉઘડતી આંખે બસ સોનેરી પ્રભાત કરીએ.


પૂછીએ જાતને અવલોકી ખુદ કે શું કર્યું છે ?

હિસાબો માંડીને પછી સાવ નિરાંત કરીએ,


નથી જો આપણામાં સ્નેહઝરણ વહેનારું,

કેળવી સદગુણોને પછી આત્મસાત કરીએ.


આમ તો શ્વસ્યા છે જિંદગી આજતક સૌ,

જીવી જાણીને અંતરે નવલી ભાત કરીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational