STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

જિંદગી.

જિંદગી.

1 min
640

શબ્દોમાં સમાઈ ગઈ આખ્ખે આખી જિંદગી,

અર્થોમાં ગૂંચવાઈ ગઈ આખ્ખે આખી જિંદગી.


સુખદુઃખ આખરે ખ્યાલો છે માનવમન તણા,

તુલનામાં લપેટાઈ ગઈ આખ્ખે આખી જિંદગી.


હોય છે કેટલીક સમસ્યા જે અમરત્વ પામતી,

પ્રશ્નાર્થમાં ફસાઈ ગઈ આખ્ખે આખી જિંદગી.


કાલે થશે સારું એ રહી ધારણા આપણી સદા,

આશામાં લલચાઈ ગઈ આખ્ખે આખી જિંદગી.


આવતીકાલેથી કરીશું સારું એવું વિચારી જીવ્યા,

વર્તમાનમાં વિસરાઈ ગઈ આખ્ખે આખી જિંદગી.


Rate this content
Log in