STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

જિંદગી

જિંદગી

1 min
491

જોતજોતામાં ચાલી ગઈ જિંદગી,

બેખબર કેવા ખાલી ગઈ જિંદગી,


ભમતા રહ્યા અર્થની દોટમાં સતત,

શ્વાસોશ્વાસે વહાલી ગઈ જિંદગી,


સમસ્યાના વિષચક્રે અટવાયા કેવા !

સામાધાન કરતાં ઠાલી ગઈ જિંદગી,


ન કરી શકાયું કર્મ માનવે કરવું ઘટે,

ભોગવિલાસે કે ઝાલી ગઈ જિંદગી,


અફસોસને પસ્તાવે જે આખર રહ્યા,

રખે ખુદને એ ભોગવી ગઈ જિંદગી.


Rate this content
Log in