જિંદગી
જિંદગી
1 min
361
ડગલે ને પગલે પ્રશ્નાર્થ બની જતી જિંદગી,
ના ક્યારેય એ વિધ્યાર્થ બની જતી જિંદગી,
એક સાંધીએ ત્યાં તેર તૂટે એવા ઘાટ થતા,
માનવી આગળ સમર્થ બની જતી જિંદગી,
જ્યાં મોજશોખ કે વૈભવમાં વેડફાઈ જતી,
તજી કર્તવ્યને એ વ્યર્થ બની જતી જિંદગી,
પૈસાની આંધળી દોટમાં રાજીરાજી થઈને,
જાણે કે સર્વસ્વ એ અર્થ બની જતી જિંદગી,
આચારમાં કૂડકપટ કે શૈતાન વસી જાયને,
પ્રભુબક્ષિસ આખરે અનર્થ બની જતી જિંદગી,
કેટલીક વીતી જતી તો કેટલીક જીવાઈ જતી,
સજ્જનના સંગે ચરિતાર્થ બની જતી જિંદગી.
