STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

જિંદગી એક પુસ્તક

જિંદગી એક પુસ્તક

1 min
198

જિંદગી જીવાય આરપાર જાણે કે એક પુસ્તક,

પછી ના રહે કશો પણ ભાર જાણે કે એક પુસ્તક,


જન્મથી આજદિન સુધીના બનાવો હો અંકિત,

થાય ડગલેપગલે એકરાર જાણે કે એક પુસ્તક,


પ્રથમ મુખપૃષ્ઠ હોય જાણે જન્મનો એક ચિતાર,

પાને પાને હોય શૈશવસિંગાર જાણે કે એક પુસ્તક,


હોય જે ખુલ્લી કિતાબ જે કોઈ પણ વાંચી શકે,

જેમાં મળી જાય જીવનસાર જાણે કે એક પુસ્તક,


વસી જાય કેટકેટલાના મનમાં જે પ્રિય બનીને,

જીવવા માટે બનતી આધાર જાણે કે એક પુસ્તક,


મધ્યભાગ યુવાની સમો શક્તિનું હોય ઘોડાપૂર,

અંતિમે થાય વાર્ધક્ય દીદાર જાણે કે એક પુસ્તક,


અંતિમ મુખપૃષ્ઠ અંતિમદર્શન સમું હો પાવન,

જ્યાં પહોંચતા હો અશ્રુધાર જાણે કે એક પુસ્તક.


Rate this content
Log in