જિજ્ઞાસા
જિજ્ઞાસા

1 min

23.6K
પ્રશ્નના મૂળમાં રહેલી હોય છે જિજ્ઞાસા,
ઉત્તર મળતાં કદી સંતોષાય છે જિજ્ઞાસા.
શોધ કે સંશોધન આખરે આમ થાય છે,
પરિપ્રશ્નથી વળી શમન થાય છે જિજ્ઞાસા.
સહજ વૃત્તિ છે માનવીની જાણવાનીને,
પ્રશ્ન ઉત્તરમાં કદી પલટાય છે જિજ્ઞાસા.
નથી એ જરુરી કે સાચી માહિતી મળે,
ક્યારેક પંચાતના રુપે ગણાય છે જિજ્ઞાસા.
જ્ઞાનને કોઈ કદી સીમા જ હોતી નથીને,
ગલત જવાબ થકી ભરમાય છે જિજ્ઞાસા.