જીવનસંગિની
જીવનસંગિની
વીત્યાં વર્ષ ત્રીસ સ્મૃતિઓ કરું પરત પરત,
ગયો સમય પણ ઝડપી સ્મરું તરત તરત,
સ્નેહસંબંધે બંધાયાં સાથી એકમેક ઊભય,
શરૂશરૂમાં હતો કેટકેટલો ધરું હરખ હરખ,
મળ્યું મબલખ તારા સંગે ઓ જીવનસંગિની,
હતું વાતાવરણ એટલું હર્યુંભર્યું વરત વરત,
હમસફરને હમરાહી હમદર્દ બનીને જીવતાં,
સો ટચ સોનું જાણે કે ના એ થયું વરખ વરખ,
સુખદુઃખમાં સાથ નિભાવ્યો પરસ્પર ધૈર્યથી,
અર્ધાંગિની તેં અર્પ્યું છે કેટકેટલું પરખ પરખ,
ના પરિણમ્યા મતભેદ કદીએ મનભેદ સ્તરે,
સંતોષરેખા મુજ ચહેરે નિહાળું મરક મરક,
દેજે ઈશ આ ભાર્યા મુજને જન્મોજનમ તું,
એમાં ના બાંધછોડ કે સ્વીકારું શરત શરત.
