STORYMIRROR

Vanaliya Chetankumar

Children Stories

3  

Vanaliya Chetankumar

Children Stories

જીવી જાણો

જીવી જાણો

1 min
355

જિંદગીની સફરમાં ઘણા રૂપ જોયા છે

સાચું બોલીને અમે પણ ઘણા માણસો ખોયા છે,


આ ચહેરો બધાની સામે હસે છે

પણ સ્મિતમાં કેટલાય દુઃખ વસે છે,


બધાને ક્યાં ખબર છે કેટલા દુઃખી છીએ

બધાને લાગે કે અમે જ સુખી છીએ,


કોઈએ ક્યારેય કંઈ પણ પૂછ્યું નથી

એટલા માટે જ અમને કંઈ સૂઝ્યું નથી,


આ જિંદગીનો અફસોસ શાને કરો છો

એ બધું યાદ કરીને શાને મરો છો,


અહી પણ એટલું સુખી કોઈ નથી

દુનિયામાં કોઈ એવી વ્યક્તિ નથી જે રોઈ નથી,


આ પળ પળને મોજથી માણો

આ જીવનને જીવી જાણો.


સામગ્રીને રેટ આપો
લોગિન