ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

ઝાડની વેદના.

ઝાડની વેદના.

1 min
152


એકદા એ ઝાડ બિચારું રાતભર રોયું હશે,

જેણે પોતાનાં ડાળ પંખી સ્વજનને ખોયું હશે,


આવી શિકારી જાળ બિછાવી ઊભો રહ્યો,

ને એ ભોળું બચ્ચું દેખી દાણા ભરમાયું હશે,


સપડાવી જાળે લઈ ગયો પારાધી નિષ્ઠુર જે,

આ દ્રશ્ય પણ ઈશ્વરે નજરોનજર જોયું હશે,


કરી આક્રંદને વિહંગ સઘળાં વલોપાત કરતાં, 

શાને અબોલ શિકારી જાળ દેખી મોહ્યું હશે ?


ધ્રુજી રહી છે ડાળો એની પલ્લવને ખેરવતી,

થઈ નારાજ ભારોભાર માનવને વગોવ્યું હશે !


ના દઈશ ઈશ્વર અવતાર અમને માનવતણો,

આજ જીવન જીવવું લાગતું એને દોહલું હશે.


Rate this content
Log in