જેવું
જેવું
1 min
14.2K
છે હૃદય મારું ખુલા ચોગાન જેવું,
દેખ એમાં કૈંક ઊગ્યું ધાન જેવું.
ઓઢણી એની લિસોટો આપતી ગઈ,
ઘા હતો ઊંડો, ન'તું કૈં ભાન જેવું.
ભરબજારે આમ પલકોને ઝુકાવી,
કોણ જાણે કેમ આપ્યું માન જેવું?
જિંદગીને પ્રેમનો કાથો લગાવી,
ને પછી મમળાવ મીઠાં પાન જેવું.
આપને પામી બન્યો છું ઓલિયો હું,
શ્વાસમાં આ શું ભળ્યું લોબાન જેવું!
થાય એનું આગમન મારી મઝારે,
ને અચાનક ઊપડે તોફાન જેવું.
