જાય રી.
જાય રી.
1 min
13.9K
હાય રે !જિંદગી જો સરી જાય રી,
અધમણાં ભાર હૈયે ભરી જાય રી.
જિંદગી ચાલ તારી અઢી જોય ને,
આ બધી ચાલ મારી ફરી જાય રી.
દુઃખનાં કેમ ડહોળા તળાવો ભરો,
જીવતી માછલી જો મરી જાય રી.
પાપ ખોબા ભરીને ઉલેચ્યાં બધાં,
ડૂબતી નાવડી જો તરી જાય રી.
જોમ તારું જરાયે ન ટાઢું પડે,
આખરે હાર પણ કરગરી જાય રી.
