STORYMIRROR

Jugal Darji

Others

2  

Jugal Darji

Others

મિત્રો

મિત્રો

1 min
14.1K


સફળતા મેં મારી જ ધારી છે મિત્રો,
નવી યોજના મેં વિચારી છે મિત્રો.

મને એમ થ્યું લાવ ઘરમાં હસી લઉં,
ઘરે પણ ઉદાસી પધારી છે મિત્રો.

અહીં ઘોર અંધારમાં તેજ ક્યાંથી?
તપાસો અહીં ક્યાંક બારી છે મિત્રો.

ગુના માફ કરવા શું રસ્તો જડ્યો છે!
ભરી પેટ,દાઢી વધારી છે મિત્રો.

ગઝલ ચોરતા થૈ ગયા છે આ મિત્રો,
જરા આમ લાવો એ મારી છે મિત્રો.

કર્યો વાર છે છેતરીને અચાનક,
જુઓ જિંદગી પણ શિકારી છે મિત્રો.

કહે છે ઘણાં કે ઘમંડી છે 'માસ્તર',
ઘમંડી નથી, આ ખુમારી છે મિત્રો.


સામગ્રીને રેટ આપો
લોગિન