STORYMIRROR

Jugal Darji

Others

3  

Jugal Darji

Others

બધુંએ

બધુંએ

1 min
13.5K


કશુંએ નથી પણ ઘણું છું બધુંએ,
ઘણી ઠોકરોથી ભણું છું બધુંએ.

પડ્યો એકલો છું ઉમેરી,
હવે તો કરી બાદબાકી ગણું છું બધુંએ.

ગયું બીજડાં કો'ક વેરી ગમોનાં,
વગર વાવણીએ લણું છું બધુંએ.

હશે ક્યાંક પડઘાય તારા ઘરોમાં,
ધરી કાન ભીંતે સૂણું છું બધુંએ.

બનાવીશ જોજો ઇમારત ગઝલની,
કલમનાં સહારે ચણું છું બધુંએ.


સામગ્રીને રેટ આપો
લોગિન