STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

જાત સાથે લડાઈ

જાત સાથે લડાઈ

1 min
476

હવે તો જાત સાથે લડવું છે મારે,

હવે મારા દિલનું સાંભળવું છે મારે,


બીજાના દોષ ઘણા જોયા સતત,

હવે નિજ દોષદર્શન કરવું છે મારે,


હું સુધરીશ એટલે જગ સુધરશે,

આવું પગલું આજે ભરવું છે મારે,


કરી લઉં હિસાબ મારી ભૂલ તણો,

જાગ્યા ત્યાંથી સવાર ગણવું છે મારે,


જનતા જનાર્દને ઈશ હાજર હોય,

એવા પરમેશને આરાધવું છે મારે,


વૈભવ ધનનો નહીં પણ વિચારોનો,

સજ્જનોને સદાય મળવું છે મારે.


Rate this content
Log in