ઇશ્વરનું
ઇશ્વરનું
1 min
485
માનવદેહ એ વરદાન છે ઇશ્વરનું.
પામવા એને નિશાન છે ઇશ્વરનું.
હૈયું, શીશને કર આપ્યા છે એણે,
સદાય એનું સન્માન છે ઇશ્વરનું.
વાચા આપીને હદ કરી તેં હરિ,
જે કરી શકે ગુણગાન છે ઇશ્વરનું.
નયન નીરખે સકળ વિશ્વને પ્રભુ,
દર્શન થૈ શકે આસાન છે ઇશ્વરનું.
શ્રેષ્ઠ સર્જન માનવ છે પ્રભુ તારું,
કથા કિર્તન સુણે કાન છે ઇશ્વરનું.
