ઈશ્વરના ગુનેગાર
ઈશ્વરના ગુનેગાર


કોઈ પર સિતમ ગુજારનાર ઈશ્વરના ગુનેગાર બને છે.
કારણ વગર સહન કરનાર ઈશ્વરના ગુનેગાર બને છે.
ક્યારેક હોય લાચારી કે પછી લાભ ખાટવાનો વળી,
દીન બનીને મસ્તક ધરનાર ઈશ્વરના ગુનેગાર બને છે.
અહંપોષી સજીવો અહં પોષવા અવરને નમાવી જંપે,
દબાણમાં આવીને નમનાર ઈશ્વરના ગુનેગાર બને છે.
મોટો જીવ નાનાને ગળતો એ નિયમ આજેય અટલ,
ચાંપલૂસી કરીને ખાટનાર ઈશ્વરના ગુનેગાર બને છે.
જીવોને જીવવા દો, છે આજે વકતવ્યને લેખનમાં જ,
અપમાન કરીને જીવનાર ઈશ્વરના ગુનેગાર બને છે.