હવે તો હરિ તું
હવે તો હરિ તું

1 min

294
હવે તો હરિ તું હરખ હરખ,
કર તારાંની તું પરખ પરખ.
હાથ જોડી આવ્યો છું દ્વારે,
રહેવું નિશદિન તારા પનારે,
જોઈ જીવને મરક મરક,
હવે તો હરિ તું હરખ હરખ.
મુલાકાત થશે અરસપરસ,
તારી કરુણા વરસ વરસ,
તું અપનાવજે તરત તરત,
હવે તો હરિ તું હરખ હરખ.
શરણાગત છું હરિવર હું તો,
વિનંતી મારી ઉરે ધર તું તો,
પ્રેમ પાથરજે તું પરત પરત,
હવે તો હરિ તું હરખ હરખ.
તારા વિયોગે જિંદગી વેરાન,
બન્યો છું તારામાં હું મસ્તાન.
લાગણી મારી હરિ વરત વરત,
હવે તો હરિ તું હરખ હરખ.