હું કુરબાન
હું કુરબાન
1 min
14.6K
આંખોની એમની અદા જ સાવ નોખી
ઢળતી આ લાગણીઓ પર હું કુરબાન
મૌનથી હજારો વાતો કરે છે એ
છલકતા આ મયખાના પર હું કુરબાન
શબ્દોની આ માયાજાળ પર હું કુરબાન
પાંપણના આ પલકાર પર હું કુરબાન
કીકીમાં ભરેલો છે એમણે સમુદ્ર
સમુદ્રની આ ખારાશ પર હું કુરબાન
આમ તો આઈનો છે એમની આંખો
રેતીને સ્પર્શતા આ મોજાઓ પર હું કુરબાન
મને જોતી એમની નજરો પર હું કુરબાન
કાજળ ભરેલી એ કામણગારી પર હું કુરબાન

