STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

હરિવર

હરિવર

1 min
159

અહર્નિશ રહે મને હરિ સ્મરણ તારું, 

તારા પ્રતાપે ટળે હરિ વિસ્મરણ તારું, 


જગઝંઝાળે ન થાય રતિ મારી કદી,

ન નડે પ્રભુ માયાનું વળી આવરણ તારું, 


ઉરધબકારે રહું રટતો હરિ નામ સદા, 

મુજ દેહે રહેતું હરિ આભરણ તારું,  


સર્વ સમસ્યાનો ઉકેલ મારે હાથવેંતમાં, 

કર ગ્રહ્યું નામ સ્મરણ ઉપકરણ તારું, 


છે મારે સાધન સિધ્ધિને તું સર્વેશ્વર,

કરું પ્રતિક્ષા કે ક્યારે અવતરણ તારું.


Rate this content
Log in