હરિવર
હરિવર
1 min
362
સાદ કરું છું સ્નેહ ધરીને હરિવર વહેલા આવજો.
વિનંતી કરું છું ફરી ફરીને હરિવર વહેલા આવજો.
આપદા મારી અંતરયામી શું કહેવી તુજ સન્મુખ,
છે આજ મારે ખરાખરીને હરિવર વહેલા આવજો.
મન બનીને ગજેન્દ્ર પ્રભુ આજ તમને પોકારી રહ્યું,
ગરુડગામી ચિત્તમાં ધરીને હરિવર વહેલા આવજો.
છે આરઝૂ આજ દ્રોપદીની ચિર પૂરવાને પધારજો,
છે નયને અશ્રુધારા ભરીને હરિવર વહેલા આવજો.
જોજો ચૂકાયના જોજો ભૂલાયના લાજ તુજ હાથ,
તન મન ધનથી હું તો વરીને હરિવર વહેલા આવજો.
