STORYMIRROR

ચૈતન્ય જોષી

Children Stories Inspirational

4  

ચૈતન્ય જોષી

Children Stories Inspirational

હરિવર તારે હાથ !

હરિવર તારે હાથ !

1 min
400

હું માનવ મારાથી બનતું કરી છૂટું, 

પ્રયત્નના બળે ક્યારેય કદી ન હટું,

હરહંમેશ રહે હરિ તારો મને સાથ,

    બાકી હાર જીત હોય હરિવર તારે હાથ.!


કદી પગ પારોઠ જીવનમાં ના ભરું, 

અચળ આત્મબળ હૈયામાં હું ધરું, 

હોય પુરુષાર્થ તીર સદા મુજ ભાથ,

   બાકી હર્ષ શોક હોય હરિવર તારે હાથ !


માનવતાના માર્ગે પગલાં મારાં થાય,

જનેજનમાં જનાર્દન મને પરખાય,

મુસીબત સામે હિંમતે ભીડું બાથ,

   બાકી જશ અપજશ હોય હરિવર તારે હાથ !


साहित्याला गुण द्या
लॉग इन