હરિવર આવજે
હરિવર આવજે
1 min
97
સાંભળી પોકાર હરિવર આવજે,
વરસે અનરાધાર હરિવર આવજે,
હેત હૈયે હોય પારાવાર હરિ,
ભક્ત હારોહાર હરિવર આવજે,
નૈન મારાં ઝંખતાં જોવા તને,
દોષ ભૂલી દ્વાર હરિવર આવજે,
ભાવ દેખી નાથ તું અપનાવજે,
દિલ તણો ઉપચાર હરિવર આવજે,
એક તારી આશ મારા અંતરે,
ના અવર આધાર હરિવર આવજે.