હરિને મળવાને
હરિને મળવાને
શબ્દોમાંથી સાર ગ્રહીને,
અર્થોનો વિસ્તાર કરીને,
હું હાલ્યો હરિને મળવાને.
ઈશ્વરની યાદ ભરીને,
જગતનિયંતા સ્મરીને,
હું હાલ્યો હરિને મળવાને.
સમો હતો ખરાખરીને,
ના અચકાયો હું જરીને,
હું હાલ્યો હરિને મળવાને.
મારા સાચાસગા શ્રીહરિને,
જપતો એને હું ફરીફરીને,
હું હાલ્યો હરિને મળવાને.
ઉરે આશ દર્શનની ધરીને,
જાવું ભવજળ પાર તરીને,
હું હાલ્યો હરિને મળવાને.
ના કોઈનાથી હું ડરીડરીને,
ક્યારે નૈન રહે મારાં ઠરીને,
હું હાલ્યો હરિને મળવાને.
નહિ સમાજથી થરથરીને,
મેં ભક્તિ એની આદરીને,
હું હાલ્યો હરિને મળવાને.
રાખી શકું અખૂટ સબૂરીને,
ના રહે મંઝિલ મારી અધૂરીને,
હું હાલ્યો હરિને મળવાને.
