STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

હરિ તમે

હરિ તમે

1 min
23.8K


હરિ તમે હરજો મુજ સંતાપ.

સાંભળી મુજ અંતરના પ્રલાપ.


ધર્મધુરંધર, પરમ ન્યાયી પ્રભુ,

સર્વસ્વ મારે મન ઈશ છો આપ.


પ્રપંચી દુનિયા કેવી સતાવતી,

કર ધરો તમે હરિ તીરને ચાપ.


માયા તમસ ભૂલ કરાવનારી,

છે વિશ્વાસ મારે તમારા જાપ.


એક શરણ છે અબ્ધિવાસીનું,

બાળો શરણાગતના તમે પાપ.


સ્વીકારજો સ્નેહે શ્રીહરિવર,

રાઘવ બદલજો કર્મતણા માપ.


Rate this content
Log in