STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

હરિ તારું હેત

હરિ તારું હેત

1 min
422

મનુજને અવળે મારગથી વાળ,

હરિ તારું હેત તું દેખાડ,

કદીક લઈ તો જો તારાંની ભાળ,

હરિ તારું હેત તું દેખાડ,


છે દુનિયા બહુરુપીને પ્રપંચી,

એને શકે ન આંખ વાંચી,

એનો અસલી ચહેરો બતાડ,

હરિ તારું હેત તું દેખાડ,


આમને આમ વીતી જાય કાળ,

ક્યાંક તો નમાવને ડાળ,

પૂર પહેલાં બાંધી દે ને તું પાળ,

હરિ તારું હેત તું દેખાડ,


આખરે રહ્યાં અમે બાળક તારાં, 

માયા થકી તો મોહનારાં,

ક્યાંક પાશ બની ન જાય વિકરાળ, 

હરિ તારું હેત તું દેખાડ.


Rate this content
Log in