Shop now in Amazon Great Indian Festival. Click here.
Shop now in Amazon Great Indian Festival. Click here.

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

હરિ આવોને

હરિ આવોને

1 min
259


હવે તો ઉર પણ દ્રવીભૂત થૈ ઊઠ્યું હરિ આવોને

હવે હૃદય પણ હચમચીને તરફડ્યું હરિ આવોને.


હૈયે થઈ ગઈ અંકિત આશ તવ દર્શનની હરિવર,

અંતર પણ અવિનાશી પરોવાઈ ગયું હરિ આવોને.


શરણ તારું સર્વેશ્વર સૌથી પ્યારું અંતરયામી પ્રભુ,

વરસી વરસી અશ્રુ પણ સૂકાઈ ગયું હરિ આવોને.


ભૂલી ભગવંત અવગુણ મારા કૃપા વરસાવો તમે,

નામસ્મરણે ઉર ધબકારે વણાઈ ગયું હરિ આવોને.


કરુણા તારી કરુણાનિધિ પ્રગટાવજો પરમેશ તમે,

તારા વિયોગે સઘળું મને ભૂલાઈ ગયું હરિ આવોને.


Rate this content
Log in