હોવી ઘટે
હોવી ઘટે
1 min
456
આપણા દોષની આપણે ખબર હોવી ઘટે,
છીએ માનવ વર્તનમાં એ અસર હોવી ઘટે,
લઈ કાચ બિલોરી ભૂલ કેટલાની બતાવેલી,
પગની પારખવા આપણી નજર હોવી ઘટે,
દ્વેષ વેરભાવ આખરે ભૂલવા માટે જ હોય,
પૂંજી સ્નેહ તણી હૈયામાં માતબર હોવી ઘટે,
"જોઈ લઈશ"ની છોડો માનવવાણી નથી એમાં,
સહનને સમજ શક્તિ વર્તને આખર હોવી ઘટે,
સામ્રાજ્ય પ્રેમનું પરસ્પર પ્રભુ પાસે જનારું,
કટુઘૂંટ સમાવવા મનોદશા બસ સાગર હોવી ઘટે.
