STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

હોતું નથી

હોતું નથી

1 min
234

લાગણીમાં કોઈ માંગણીને સ્થાન હોતું નથી.

લાગણીમાં સ્વાર્થનું કોઈ નિશાન હોતું નથી.


માપવાનું કદી એમાં ક્યારેય આવતું જ નથી,

કાંઈ પણ કશું પામવાનું એમાં જ્ઞાન હોતું નથી.


હોય છે બુનિયાદ એમાં સમર્પણની સદાકાળ,

એમાં વારેવારે પામવાનું કોઈ માન હોતું નથી.


સ્વને ભૂલીને સૌનું પછી વિચારવાનું હોય છે,

કેટલું કર્યું આપણે જતું તેનું ભાન હોતું નથી.


ગુમાવીને મેળવવું એ હોય છે સિદ્ધાંત એનો,

પરિણામે પુષ્પો ખીલે એ કૈં વેરાન હોતું નથી.


Rate this content
Log in