હળવે હળવે
હળવે હળવે

1 min

420
સંભાળજે મારા ઉરને હરિ હળવે હળવે,
સાંભળજે મારા સૂરને હરિ હળવે હળવે,
ઘવાયેલું છે એ કેટકેટલું જગપ્રહારો થકી,
વાળજે તારામાં છે દૂરને હરિ હળવે હળવે,
વાસ છે તારો ત્યાં અવિરત પ્રભુ માનું છું,
સ્વીકારજે ભાવ ભરપૂરને હરિ હળવે હળવે,
અર્પી દીધું આખ્ખે આખું હરિવર તુજને,
વાસ તારો ત્યાં જરુરને હરિ હળવે હળવે,
મનમંદિરે રહેજો માલિક બડભાગી બનું હું,
તારા ચહેરે મારું નૂરને હરિ હળવે હળવે.