STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

હે હરિ !

હે હરિ !

1 min
340

અવની પર આવીને વસી જો તો હું માનું,

કામ માનવતાનાં કદી કરી જો તો હું માનું,


એટલું સરળ નથી માનવ બનીને રહેવાનું, 

હરિફાઈના યુગમાં તું ટકી જો તો હું માનું,


અહીં તો ડગલેને પગલે સંઘર્ષ હોવાનો જ,

એમાંય તું મુખને મલકાવી જો તો હું માનું,


અપજશનાં પોટલાં જ ખોલે છે બધા તો,

એનો તું ગરવો ઉત્તર આપી જો તો હું માનું,


મજબૂર કરાય છે માનવીને ખોટું કરવાને,

એમાં તું સત્યને આચરી જો તો હું માનું.


Rate this content
Log in