હે હરિ..!
હે હરિ..!
1 min
212
જો થાય આવવાનું તો બાળક બનીને આવજે,
કાલીઘેલી ભાષા થકી મુજને તું સમજાવજે,
હશે મારી પ્રતીક્ષા બાળક રૂપે તને માણવાની,
સાથે ભાઈબંધો તારા જરુરને જરુર લાવજે,
સહુ મળીને સંગાથે રમીશું, ભમીશું ને કિલ્લોલ,
'કીટા' 'બુચ્ચા' કરીને વળી પરસ્પર હરખાવજે,
દાવ તારો રહે અધૂરો તો નહીં જવા દઉં તને,
પૂરો કરી પરમેશ અમારા ચોરાસી વિચારજે,
બહુ થશે આનંદ મને બાળપણ પુનઃ આવશે,
તારા સાન્નિધ્યેને સામીપ્યે નેત્રો મારાં છલકાવજે.
