હૈયાં સંતના
હૈયાં સંતના
1 min
28
નવનીત પણ જ્યાં કઠોર લાગે એવાં હૈયાં સંતના,
દયાભાવ જેનામાં સહજ જાગે એવાં હૈયાં સંતના.
કુસુમથીય કોમળ હોય જે દુઃખી દેખી દ્રવનારા એ,
હરિસ્મરણથી ધપતે જાય આગે એવાં હૈયાં સંતના.
કમળને પણ શરમાવે એવું અસંગ જે જીવનારાને,
નામસ્મરણનો સૂર સતત વાગે એવાં હૈયાં સંતના.
સમયોચિત વજ્રથીય કઠોર બનતા જાત પ્રત્યે જે,
વળગણ માયાનું એને ન લાગે એવાં હૈયાં સંતના.
પરોપકાર જેનું પરમ કર્તવ્ય હોય પ્રતિ પગલે એનું,
રખેને ઈશ પણ વારંવાર તાગે એવાં હૈયાં સંતના.